ત્યારે આના પગલે ભારતમાં પણ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. તેવી જ રીતે સુરતમાં પણ ચીનમાં ભેદી રોગને કારણે લોકોમાં ફફડાટ ફેલાય એ પહેલા ભેદી રોગને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઈ છે જેને પગલે રાજ્ય સરકાર દ્વારા પણ તંત્રને તૈયારી કરવા સૂચના અપાઈ છે જેને લઈને સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારી શરુ કરાઈ છે.ત્યારે બીજી તરફ આ રોગચાળાને પગલે ચીનથી ભારત આવતા પ્રવાસીઓના મોનીટરીંગ અંગે કોઈ પગલા હજુ સુધી લેવાયા નથી.
મળતી જાણકારી અનુસાર સુરતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના (SGCCI) પ્રતિનિધિ મંડળના ૪૫ સભ્યો ચેમ્બરઓફ કોમર્સના ના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા અને ખજાનચી કિરણ ઠુમ્મરની આગેવાનીમાં તા. ૨૦ થી ૨૮ નવેમ્બર ૨૦૨૩ના દરમિયાન ચીનના શાંઘાઈ ખાતે ટેક્સ્ટાઈલની અત્યાધુનિક મશીનરીનું એક્ઝિબિશન ‘ITMA ASIA + CITME ’ ની મુલાકાત લઈ આવ્યા છે.
પ્રતિનિધિ મંડળ આ સમયગાળા દરમિયાન ટેક્સ્ટાઈલ ક્ષેત્રના વિકાસમાં ઉપયોગી એવા વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને ચીનના હુનાન,શાંઘાઈ, શેન્ઝેન સહિતના શહેરોની મુલાકાતે ગયા હતા. ITMA-CITME એક્ઝિબિશનની મુલાકાત, યાર્ન મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની મુલાકાત, વીવીંગ ફેક્ટરીની મુલાકાત, એમ્બ્રોઈડરી પ્રોડક્શન ફેક્ટરીની મુલાકાત, વર્લ્ડ ફેમસ ખચાઉ ફેબ્રિક માર્કેટની મુલાકાત, યુ સિટીની મુલાકાત અને શાંઘાઈ શહેરનો પ્રવાસ કર્યો છે.
આ 45 ઉદ્યોગપતિઓ સુરત આવી ગયા છે પણ તંત્ર દ્વારા હજુ કોઈ રીપોર્ટ કે કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવી જાણકારી સામે આવી નથી. ત્યારે કોરોના દરમ્યાન ચાઈનાથી કોરોના લઈને આવેલા યાત્રીઓની જેમ આ ઉદ્યોગપતિઓ પણ રોગચાળો લાવ્યા હશે કે નહિ તે અંગે શહેરીજનો ચિંતા વ્યકત કરી રહ્યા છે. ત્યારે લોકમાંગણી ઉઠી છે કે આ ઉદ્યોગપતિઓના રીપોર્ટ ટેસ્ટીંગ થવા જોઈએ અને તેઓ સુરક્ષિત છે કે નહિ તે શહેરીજનોને જાણવાનો અધિકાર છે.
ઉલ્લેખનીય છે કે, ચીનના આરોગ્ય મંત્રાલયે રવિવારે એક સ્પષ્ટતા કરી હતી કે ચાઈનામાં શ્વાસ સંબંધી રોગોમાં અચાનક વધારો થવા પાછળ કોઈ નવો વાયરસ નથી. ચીનમાં ‘બાળકોમાં ન્યુમોનિયા (H9N2 Outbreak)’ના વધતા સંક્રમણના અહેવાલ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા ચિંતા વ્યક્ત કર્યા બાદ બેઈજિંગ તરફથી આ નિવેદન આવ્યું છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ નવો વાયરસ નથી તો ઉત્તર ચીનમાં શ્વાસ સંબંધી રોગોમાં અચાનક વધારો થવાનું કારણ શું છે? અહીં નોંધનીય છે કે ભારતમાં કોરોના બાદ શ્વાસ સંબંધી અને હ્રદય સંબંધી બીમારી વધી હોવાનું દેખાઈ રહ્યું છે.
બીજી તરફ ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે ઈન્ફલ્યુએન્ઝા અને ગંભીર શ્વસન સંક્રમણના કેસના રિપોર્ટ જલ્દી મોકલવા કહ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે દેશમાં ક્યાંય H9N2 ના કેસની પુષ્ટિ થઈ નથી. શંકાસ્પદ દર્દીઓ વિશે પણ કોઈ માહિતી નથી. પરિસ્થિતિથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે જિલ્લા અને રાજ્ય સ્તરે ચાંપતી નજર રાખવાની જરૂર છે. કેન્દ્ર સતત દેખરેખ રાખી રહ્યું છે. કોઈ વિસ્તારમાં ન્યુમોનિયાના કેસમાં વધારો થયો છે કે કેમ તેના પર હોસ્પિટલોએ નજર રાખવી જોઈએ. બાળકો તેમજ યુવાનોમાં ન્યુમોનિયાના કેસો શોધવા જોઈએ.