સટ્ટાબાજી અને બેટિંગ કરતી ઓનલાઇન ગેમ સામે સરકારની કાર્યવાહી

Spread the love

ઓનલાઇન ગેમની હાલ ખુબ જ બોલબાલા છે ત્યારે કેટલીક ગેમ ઉપર લોકો પૈસા પણ કમાય છે જેને લઇ સરકારે અમુક ગેમ ઉપર પ્રતિબંધ મુકવાની કાર્યવાહી શરુ કરી છે.
માહિતી પ્રૌદ્યોગિક રાજ્યમંત્રી ચંદ્રશેખરે સેલ્ફ રેગયલેટડ ઓર્ગેનાઈઝેશનનો ડ્રાફ્ટ બહાર પાડ્યો જેમાં જણાવ્યું છે કે ઓનલાઇન ગેમ્બલિંગ કરતી ગેમોના પ્લેટફોર્મને સરકાર પ્રોત્સાહન આપશે નહિ, સરકારે ઓનલાઇન સબંધિત ગેમ ઉપર પ્રતિબંધ મુકવા નવા નિયમો જાહેર કરી પ્રતિબંધ મુક્યો છે. સટ્ટાબાજી અને જાહેરાતો સામે એડવાઈઝરી ચેતવણી પણ જાહેર કરી છે ઓનલાઇન ગેમિંગ સબંધિત ઘણા SROs બનાવામાં આવશે. જેમાં તમામ હિતધારકોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે જેમાં માત્ર ઉદ્યોગોના પ્રતિનિધિઓ નહિ હશે.
રાજ્યમંત્રી ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું હતું કે અમે એક ફ્રેમવર્ક સેટ કરી રહ્યા છીએ જે નક્કી કરશે કે SRO દ્રારા કઈ ઓનલાઇન ગેમને મંજૂરી આપી શકાય, ઓનલાઇન ગેમને મંજૂરી આપવાનો નિર્ણય કોઈપણ સટ્ટાબાજીનો સમાવેશ ન થતો હોય એ ધ્યાનમાં રાખીને લેવાશે. જો ઓનલાઇન ગેમ્સ ઉપર બેટ્સ મુકશે તે તેને મંજૂરી મળશે નહિ. ઓનલાઇન ગેમીંગ એક સ્ટાર્ટઅપ માટે વિશાળ તક તરીકે ઉભરી આવ્યું છે તેવા સમયે તેની પરવાનગી અંગે અસ્પષ્ટતા હતી જે નવા નિયમો સાથે દૂર થઇ જશે. ઓનલાઇન રિયલ મની ગેમ્સ એવી ઓનલાઇન ગેમ્સનો સંદર્ભ આપે છે જ્યાં જમા કરેલી જીતવાની અપેક્ષા સાથે રોકડ જમા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *