માંગરોલના નાની નરોલી ગામેથી કતલખાને લઈ જવાતી ભેંસ પાડા ભરેલો આઇસર ટેમ્પો ઝડપાયો
માંગરોલ પોલીસે ₹5,62,000 નો મુદ્દામાલ કબજે કરી નવ પશુઓના જીવ બચાવી પાંજરાપોળ મોકલ્યા
માંગરોલ તાલુકાના નાની નરોલી ગામેથી કતલખાને લઈ જવાતા ભેંસ પાડા પાડી ભરેલો આઇસર ટેમ્પો પોલીસે ઝડપી પાડી 9 પશુઓના જીવ બચાવી રૂપિયા ૫,૬૨,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી બે આરોપીને ઝડપી પાડ્યા છે .
પોલીસ મહા નિરીક્ષક પ્રેમવીર સિંહ તેમજ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા અને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક બી.કે.વનાર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી રોકવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી જે અનુસંધાને માંગરોળ પોલીસ મથકના પી.આઈ પી.એમ દેસાઈ દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વિક્રમભાઈ ને બાતમી મળી હતી કે નાની નરોલી ગામે ટાવર ફળિયામાં નિઝામભાઈ ના તબેલા પર ગેરકાયદેસર રીતે એક કથ્થઈ કલરનો આઇસર ટેમ્પો નંબર જી જે ૦૫ સી ડબલ્યુ ૯૨૩૨ મા પાસ પરમિટ વિના પશુઓની હેરાફેરી થઈ રહી છે જેને આધારે માંગરોળ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ સેમ્યુઅલભાઈ કાલિદાસભાઈ, વિપુલભાઈ વિક્રમભાઈ, મેલાભાઈ સાગરભાઇ, સુહાગભાઈ શ્રીપદભાઈ, અને નયનભાઈ ધીરજભાઈ, વગેરેએ રેડ કરતા સ્થળ પરથી આઇસર ટેમ્પો મળી આવ્યો હતો જેમાં તપાસ કરતા ભેંસ પાડા પાડી સહિત નવ જેટલા પશુઓ ને ઘાસચારા પાણીની વ્યવસ્થા વિના ગીચોગીચ બાંધવામાં આવેલ હતા અને કતલ કરવાના ઇરાદે લઈ જવાતા હતા તમામ પશુઓને પોલીસે બચાવી લઈ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા આઇસર ટેમ્પાનો ચાલક ઇફ્તેખાર મોહમ્મદ હુસેન અન્સારી રહે સુરત લિંબાયત અને ક્લીનર મસ્તાન અજીજ કુરેશી રહે કમરુનગર સુરત શહેર ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેમાં મહમદ ન્યુ મુસ્લિમ ઉર્ફે નિઝામ તેમજ તબેલા નો માલિક નિજામ રફીક લુલાત રહે નાની નરોલી ગામ ગફુર અને સમીર આ બંને ઈસમો સુરત રીંગરોડ ખાજાનગર ના હોવાનું જાણવા મળ્યું છે આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
