મુળી તાલુકાનાં દૂધઈ ગામે ગટરલાઇનમાં ભ્રષ્ટાચારની બદબુ
મુળી તાલુકાનાં દૂધઈ ગામે ગટરલાઇનમાં ભ્રષ્ટાચારની બદબુ સામે આવી હોઈ તેવો કિસ્સા સામે આવ્યો છે
મુળી તાલુકાનાં દૂધઈ ગામે વિકાસના કામો શરૂ છે તેમાં સરકારના નાણાંનો ગેર ઉપયોગ ભરપુર થઈ રહેલ નરી આંખે જોઈ શકાય છે ત્યારે હાલ લાખો રૂપિયાના ખર્ચે ભુગર્ભ ગટર યોજના પાઈપલાઈનનું કામ ગ્રામ પંચાયત દુધઈ દ્વારા શરૂ છે તેમાં વેસ્ટેજ સિમેન્ટ પાઈપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે ફક્ત એક ફુટ જ ગટર ખોદવામાં આવી છે ત્યારે કોઈ પણ પ્રકારની લેવલીંગ કામથી ગટરમાં પાણી નીકળી શકે તેમ નથી તે જોઈ શકાય છે અને ભ્રષ્ટાચાર આચરતા સરપંચ અને ગ્રામ પંચાયતના કામની પણ કોઈ તપાસ કરનાર નથી જ્યારે આ બાબતે મુળી તાલુકા વિકાસ અધિકારીશ્રીને ટેલીફોનીક જાણ કરતાં તેઓ એ પણ ચલક ચલાણુ જેવી વાત કરવામાં આવી હતી અને પોતાની કોઈ જવાબદારી નથી તેમ જણાવ્યું હતું. રીતસર ભાગીદારી સાહેબની હોય તે રીતે જણાવ્યું હતું આ બાબતે તલાટી કમ મંત્રી પણ કોઈ જવાબદારી સ્વીકારી નહોતી તો આ ભ્રષ્ટાચારના ભોરીગને કોણ નાથશે તે સવાલ પેદા થાય છે. લાખો રૂપિયાની ગ્રાન્ટ નો ગેર ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે વાડ જ ચીભડાં ગળે તો ફરિયાદ કોને કરવી તે મોટો સવાલ પેદા થાય છે આ રીતે અનેક કામોમાં ભ્રષ્ટાચાર આચરતા સરપંચ અને અધિકારી અને તલાટી ની વરવી ભુમિકા બહાર આવી છે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ ને પણ દુધઈ ગ્રામ પંચાયત ના સદસ્યો અને ગામલોકો રજુઆત કરનાર છે
