મોરબીના આંદોલનને સમર્થન આપવા જામનગરથી ખેડૂતોની રેલીનું પ્રસ્થાન
અમદાવાદ અને જામનગર જિલ્લાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા
આંદોલનને રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ સમર્થન મળવા લાગ્યું
મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન સતત યથાવત છે. હવે આ આંદોલનને સમર્થન આપવા અમદાવાદ અને જામનગર જિલ્લાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જેતપર ગામે પહોંચી રહ્યા છે.
મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન સતત યથાવત છે. ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. હવે આ આંદોલનને રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ સમર્થન મળવા લાગ્યું છે. ખાસ કરીને અમદાવાદ અને જામનગર જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં જેતપર ગામે પહોંચી આંદોલનમાં જોડાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોના આંદોલનને વધુ બળ મળ્યું છે. બીજી તરફ જામનગર જિલ્લાના ખેડૂતો પણ આંદોલનના સમર્થનમાં આગળ આવ્યા છે. જામનગરના 15થી વધુ ગામોના ખેડૂતો જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં જોડાવા માટે રવાના થયા છે. માહિતી મુજબ 50થી પણ વધુ કારનો કાફલો જામનગરથી જેતપર ગામ તરફ નીકળ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો એકસાથે રવાના થતાં આંદોલનને રાજ્યવ્યાપી સમર્થન મળી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. જામનગર જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે તેમના જિલ્લામાં પણ ખાનગી કંપનીઓની લાઈનોના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. તેથી તેઓ મોરબીના જેતપર ગામે ચાલી રહેલા આંદોલનને પોતાનો સંપૂર્ણ ટેકો આપી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે ખેડૂતોના પ્રશ્નો માત્ર એક જિલ્લાના નથી, પરંતુ સમગ્ર રાજ્યના ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓ છે.
અમદાવાદ જિલ્લાના ખેડૂતો પણ જેતપર ગામે ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવા માટે રવાના થયા છે. માહિતી અનુસાર, અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ખેડૂતો જેતપર ગામ જવા માટે નીકળ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે તેઓ પોતાના ખેડૂત ભાઈઓને સમર્થન આપવા અને તેમની લડતમાં સાથે ઊભા રહેવા માટે જેતપર જઈ રહ્યા છે. આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ખેડૂતોના હિતોની રક્ષા માટે એકતા ખૂબ જ જરૂરી છે અને તમામ જિલ્લાઓના ખેડૂતો એકસાથે આવીને આંદોલનને સમર્થન આપી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
