સુરત સલાબતપુરાના જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચના દરોડા.

Featured Video Play Icon
Spread the love

સુરત સલાબતપુરાના જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચના દરોડા.
4 અલગ-અલગ સ્થળો પર ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી
25 લાખના મુદ્દામાલ સાથે 73 જુગારીઓની ધરપકડ કરી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ અલગ ચાર જગ્યાઓ પર ચાલતા જુગારધામો પર દરોડા પાડી 73 જુગારીઓને ઝડપી પાડી 25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે જુગારધામ ચલાવનારા કુખ્યાત આરોપીઓ ભાગી છુટતા વોન્ટેડ જાહેર કરાયા હતાં.

સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા નજીકના સમયમાં આવી રહેલ શ્રાવણ માસ અન્વયે જુગારધામની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ આચરનારા ઈસમો આસીફ ટામેટા, અસલમ કચ્છી, ફીરોજ મોડીન્ડીસ અને યુસુફ પાસા તથા અકબર ઉર્ફે કેકડાના જુગારધામ ચાલુ હોય અને તેઓ રોજ લાખો રૂપિયાનો જુગાર રમાડતા હોવાની માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સલાબતપુરા અકબર સઈદના ટેકરા ખાતે, સલાબતપુરા લાલવાડી બેલહા એસ્ટેટ ખાતે અને સલાબતપુરા મોમનાવાડ નવાબની ચાલ લાલવાડી પાસે ચાલતા અસલમ કચ્છીના જુગારધામ પર દરોડા પાડી તમામ જગ્યાઓ પરથી 61 જુગારીઓને ઝડપ્યા હતા. જ્યારે અસ્લમ કચ્છી, અકબર ઉર્ફે કેકડા, યુસુફ પાસા, ફિરોજ મીન્ડીસ, પરેશપરી ઉર્ફે પરેશ બાપુ, જાવેદ સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતાં. તો ઉમરવાડા ઈડબ્લ્યુએસ આવાસ પાછળ ચાલતા આસીફ ટામેટાના જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી 12 જુગારીઓને ઝડપી પાડી આસીફ ટામેટા સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતાં. ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા, બાબા દાઢી, હારૂન બેલીમ, સજ્જાદ કાપડીયા, નઈમ શેખ, જુબેર અલી ઉર્ફે ચબા સૈયદ સહિત સાતને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *