સુરતમાં ક્રાઈમ બ્રાન્ચનો સપાટો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોરી કરતા રીઢાઓને ઝડપી પાડ્યો
પોલીસે કાતર, પેચીયા, પોપટપાનુ, ટોર્ચ સહીત મુદ્દામાલ કબ્જે કર્યો
શેડ અને ગોડાઉનના પતરા કાપી ઘરફોડ ચોરી કરતા રીઢાઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સિંગણપોર પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલંગમાં હતી ત્યારે ઉધના જીવન જ્યોત ખાડી કિનારેથી રીઢા ઘરફોડ ચોર મુકેશ દસુભાઈ પારઘી તથા અરવિંદ મંગાબાઈ ભેદીને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, બાઈક, કાતર, પેચીયા, પોપટપાનુ, ટોર્ચ, રીંગપાનુ, કટર સહિત 75 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. તો આરોપીઓ શેડ અને ગોડાઉનના પતરા કાપી ઘરફોડ ચોરી કરતા હોવાનુ અને સિંગણપોર પોલીસ મથકની હદમાં ગુનો આચર્યો હોવાની કબુલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે રીઢાઓનો કબ્જો સિંગણપોર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
