સુરતમાં મહિલાના આપઘાત બાદ મામલો બિચક્યો
મહિલાનું મોત નહીં હત્યા કરાઈ હોવાનો આરોપ
સુરતના લિંબાયત વિસ્તારમાં બજરંગનગરના મકાનમાં મહિલાએ આપઘાત કરતા તેના પરિવારજનો દ્વારા મહિલાના પતિ અને તેની બહેનને માર મારવામાં આવ્યો હતો. પોલીસની ગાડીમાંથી કાઢી માર મરાતા આખરે પોલીસે મામલાને થાળે પાડ્યો હતો.
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ બજંરગ નગરમાં એક મહિલાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મહિલાએ ગળે ફાંસો ખાતા તેણીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી જો કે તબીબોએ મૃત જાહેર કરતા મહિલાના પરિવારજનો અને સમાજના લોકો મહિલાના સાસરે પહોંચ્યા હતા અને ત્યા મહિલાના પતિ તથા તેની બહેનને માર માર્યો હતો. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને મહિલાના પતિ અને બહેનને ગાડીમાં બેસાડી દેતા પોલીસ ગાડી રોકી તેઓને બહાર કાઢી માર મરાયો હતો. જો કે આ મામલો ઉગ્ર બનતા પોલીસે બળ પ્રયોગ કરી મામલો થાળે પાડ્યો હતો. અને હાલ આ અંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
