સુરત મહાનગર પાલિકા દ્વારા કતારગામ ઝોનમાં સ્વાતંત્ર પર્વ
મેયર દક્ષેશ માવાણીના હસ્તે ધ્વજવંદન કરાયુ
ધ્વજવંદન સાથે સુરત મનપાના કર્મચારીઓનું સન્માન પણ કરાયુ
79માં સ્વાતંત્ર પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. સુરત મહાનગર પાલિકા દ્વારા કતારગામ ઝોનમાં સ્વાતંત્ર પર્વને લઈ ધ્વજવંદન સાથે સુરત મનપાના કર્મચારીઓનું સન્માન પણ કરાયુ હતું.
દેશને મળેલી આઝાદીની ઉજવણીને લઈ સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા સ્વાતંત્ર પર્વ એ ધ્વજવંદન કરાયુ હતું. તો સુરત મહાનગર પાલિકા દ્વારા પણ ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર દિનની ઉજવણી કરાઈ હતી. સુરત મહાનગર પાલિકા દ્વારા કતારગામ ઝોનમાં ગજેરા સર્કલ પાસે આવેલ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી લેક ગાર્ડનની બાજુમાં કાંસાનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવેલ 79માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી. સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણીના હસ્તે ધ્વજવંદન કરાયુ હતું. તો આ સમયે સુરત મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. અને ત્યારબાદ રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
