અમરેલીમાં બે પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ
14 વર્ષની સગીરાને પીંખી અને 30 વર્ષની યુવતીની લાજ લૂંટી
ફરાર બંને પોલીસકર્મીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા
અમરેલી જિલ્લા પોલીસ માટે આજે સૌથી શરમના દિવસ તરીકે ઇતિહાસમાં નોંધાયો છે. બાબરા અને અમરેલી સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ સામે 14 વર્ષની સગીરા અને 30 વર્ષની યુવતીને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવવાની ફરિયાદ બાબરા અને અમરેલી શહેર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ફરિયાદીની ફરિયાદને આધારે ફરાર બંને પોલીસકર્મીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
તારીખ 30 મે 2025, આજનો દિવસ અમરેલી જિલ્લા પોલીસ માટે કલંકિત દિવસ તરીકે યાદ કરવામાં આવશે. બાબરા અને અમરેલી શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓ સામે 14 વર્ષની કિશોરી અને 30 વર્ષની યુવતી પર જાતીય દુષ્કર્મ આચરીને તેને તરછોડી દેતા બાબરા અને અમરેલી શહેર પોલીસ મથકમાં દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી અને યુવતીએ ફરિયાદ નોંધાવી છે. બાબરા અને અમરેલી શહેરના પોલીસકર્મી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને ફરાર બંને પોલીસ કર્મચારીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. બાબરા પોલીસ મથકમાં પાછલા એકાદ વર્ષથી ફરજ બજાવતા પોલીસ કર્મીએ શરીર સાથે અડપલા કરીને તેનું અપહરણ કર્યા બાદ તેને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવીને રસ્તામાં છોડીને પોલીસકર્મી ફરાર થઈ ગયો છે. બાબરા અને અમરેલી શહેરમાં કિશોરી અને યુવતી પર પોલીસકર્મી દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મની ફરિયાદ બાબરા પોલીસ સ્ટેશનના મહિલા પી આઈ જે.આર સરવૈયા ચલાવી રહ્યા છે. ફરિયાદ નોંધાતા જ ફરાર પોલીસ કર્મીને પકડવા માટે બાબરા પોલીસની ટીમ કામે લાગી છે. જેની આગેવાની મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સરવૈયા કરી રહ્યા છે. તો બીજી તરફ અમરેલી શહેરમાં નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદમાં સીટી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી લુવા સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે અને તેમણે પણ ટીમ બનાવીને ફરાર પોલીસ કર્મીને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
ચાર મહિનાથી પોલીસ કર્મી બાબરાની કિશોરીને અવારનવાર ટ્યુશન ક્લાસીસમાં જવાના સમયે અને અન્ય સમયે ધાકધમકી આપીને અવાવરું જગ્યા પર લઈ જઈને તેને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવતો હતો. બાબરા પોલીસ કર્મીએ કિશોરીની માતાનો નંબર માંગવાને બહાને કિશોરી સાથે સ્નેપ ચેટમાં એકાઉન્ટ બનાવીને વાતચીત કરી હતી. ત્યારબાદ ચમારડી નજીક આજથી એક મહિના પૂર્વે જાતીય દુષ્કર્મ આચાર્ય હતું. ત્યારબાદ મે મહિનાની 29 તારીખે બાબરાની કમળશી હાઈસ્કૂલ નજીક અવાવરું છાપરામાં કિશોરીને જાતિય દુષ્કર્મનો શિકાર બનાવી હતી. પાછલા એક વર્ષથી ચાલતો આવતો ધાક ધમકી અને જાતીય દુષ્કર્મનો શિકાર બનેલી કિશોરીએ પરિવારજનોને સમગ્ર હકીકત જણાવતા આજે બાબરા પોલીસમાં પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી