અમદાવાદના ઓસિયા માર્ટની ગેરરીતિને લઈને ફરિયાદ
ભોગ બનેલા 13 વેપારીઓએ સીઆઈડીમાં નોંધાવી ફરિયાદ
વેપારીઓએ ધીરેન્દ્ર ચોપરા અને કવિતા ચોપરા સામે નોંધાવી ફરિયાદ
અમદાવાદ શહેરના એસ.જી. હાઈ વે પર આવેલા દેવાર્ક મોલ સહિત શહેરના ૧૦ થી ૧૨ સ્થળે ચાલી રહેલા ઓસિયા હાયપર રિટેઈલ લિમિટેડના મોલમાં સપ્લાય આપનારા સેંકડો લોકોના ૫૦થી ૧૦૦ કરોડ ડૂબી જવાની નોબત આવતાં રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. વેપારીઓએ ધીરેન્દ્ર ચોપરા અને કવિતા ચોપરા સામે નોંધાવી ફરિયાદ.
અમદાવાદ શહેરના એસ.જી. હાઈ વે પર આવેલા ઓશિયાના માલિક ધીરેન્દ્ર ચોપરાએ સપ્લાયર્સને આપેલા પોસ્ટ ડેટેડ ચેક રિટર્ન થવા માંડયા છે. અત્યાર સુધીમાં સેંકડો ચેક રિટર્ન થઈ ચૂક્યા છે. બીજીતરફ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ ૨૮ મી એપ્રિલે ઓસિયાના તમામ સ્ટોર્સની બહાર ઓસિયાના સ્ટોર્સની તમામ મિલકતો વચગાળાના રેઝોલ્યુશન પ્રોફેશનલ્સના હાથમાં હોવાથી કોઈપણ લેણદારે તેમાં પ્રવેશ ન કરવો તેની જાણ કરતી નોટિસ ૨૮ મી એપ્રિલે ઓસિયા માર્ટમાં લગાડી દેવામાં આવી છે. ઓસિયા હાયપર રિટેઈલ્સ લિમિટેડના દુબઈ અને અબુધાબીના મોલ-સ્ટોર્સ પણ બંધ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદના ઓસિયા માર્ટની ગેરરીતિને લઈને ભોગ બનેલા 13 વેપારીઓએ CID માં ફરિયાદ નોંધાવી છે. વેપારીઓએ ધીરેન્દ્ર ચોપરા અને કવિતા ચોપરા સામે ફરિયાદ નોંધાવી છે..
સપ્લાયર્સ દ્વારા કરવામાં આવતા ફોન ઓસિયા મોલના કોઈ જ પ્રમોટર ઉપાડતા નથી. તેમના સ્ટાફના તમામ સભ્યના ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયા છે. તેમની ઓફિસોમાં અને મોલ્સમાં રેઝોલ્યુશન પ્રોફેશનલ્સના માણસોને બેસાડી દેવામાં આવ્યા છે. જૂન-જુલાઈ ૨૦૨૫માં ખરીદી કર્યા પછી સપ્લાયર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સને પેમેન્ટ આપવામાં ધાંધિયા ચાલુ થઈ ગયા હતા. પરિણામે સપ્ટેમ્બર ૨૦૨૫માં સપ્લાયર્સે ધીરેન્દ્ર ચોપરા સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં તેમણે ખાતરી આપી હતી કે ઓક્ટોબર નવેમ્બરમાં તેમની પાસે નવા ઇન્વેસ્ટર્સનું ૬૫૦ કરોડથી વધુનું ફંડ આવવાનુ હોવાથી તેમને ડિસેમ્બર ૨૦૨૫ માં પેમેન્ટ ચાલુ કરી દેવામાં આવશે. ટૂંક સમયમાં કંપનીમાં નવા પાર્ટનર જોડવાના હોવાનું તેમણે જણાવ્યુ હતું. પરિણામે પૈસા આવશે તેવી આશામાં પીડીસી ચેક લઈને તમામ સપ્લાયર્સ ચૂપ બેસી ગયા હતા. પરંતુ જાન્યુઆરીથી ચેક રિટર્ન થતાં ગંભીરતા વધવા માંડી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
