નાની કઠેચી ગામે પાણી મુદ્દે બે પક્ષ વચ્ચે અથડામણ
સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા અનેક લોકો ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
ઘટનાને લઈ વિસ્તારમાં તણાવનો માહોલ
લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે પાણીની બાબતને લઈને સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બન્ને સામસામેના પક્ષમાં ઈજાગ્રસ્ત બનતા હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા
હાલ લીંબડીના અનેકો ગામમાં પાણીની પળોજણ ઉભી થવા પામી છે ત્યારે લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે પણ પાણી બાબતે પળોજણ ઉભી થવા પામી હતી ત્યારે ગામનાં સરપંચના જણાવ્યા પ્રમાણે નાની કઠેચી ગામે પાણીના ગેરકાયદેસર કનેક્શન હોવાને કારણે પોલીસ બંદોબસ્ત રાખીને ગામનાં ગેરકાયદેસર કનેક્શન કાપવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે કનેક્શન કાપવાનું મનદુઃખ રાખીને સરપંચના પરિવારજનો કિરીટભાઈ બચુભાઈ , કિશનભાઇ વેરશીભાઈ , રાહુલભાઈ ઘનશ્યામભાઈ , ગીતાબેન ઘનશ્યામભાઈ , રંજનબેન કિરીટભાઈ ઉપર ધોકા પાઈપ જેવા હથિયારોથી હુમલો કર્યો હતો ત્યારે આ પાંચેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરનાં તબિબ દ્વારા આ તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યાં હતાં ત્યારે બીજી તરફના પક્ષે પણ સામસામેની મારામારીમા ગામના જ પ્રતાપભાઈ દોમડાના જણાવ્યા પ્રમાણે જેઓ આ પાણી બાબતેની રજુઆત કરવા નાની કઠેચીના સરપંચના ઘેર સમજાવવા જતા સરપંચના પરિવારજનો ઉશ્કેરાય જતા પ્રતાપભાઈને ભુંડી ગાળો ભાંડી સરપંચના પક્ષનાં લોકોએ કાયદો હાથમાં લીધો હોવાનું જણાવ્યું હતું જેમાં પ્રતાપભાઈ ઈજાગ્રસ્ત બનતા જેઓને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે રાણાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ મારામારીને લઈને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમ.એલ.સી. નોંધાવા પામી હતી ત્યારે જોવાનું એ રહ્યું કે હાલ બન્ને પક્ષે સામસામે એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે ત્યારે હકિકતમાં શું બાબત સત્ય છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે ત્યારે હાલ એવુ પણ લાગી રહ્યું છે કે લોકોમાં કાયદાનો ભયજ ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે દિનપ્રતિદિન ગ્રામ્યકક્ષાએ મારામારીના બનાવોમાં વધારો થયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે
