મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે

Featured Video Play Icon
Spread the love

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે
ગાંધીધામ મહાનગરપાલિકાને 176 કરોડના વિકાસકામોની ભેટ
સરદાર પટેલ ઓડિટોરિયમ ખાતે વિકાસ કામોનું ભૂમિપૂજન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે એક દિવસની કચ્છની મુલાકાતે આવ્યાં છે. તેઓએ ઔદ્યોગિક મથક ગાંધીધામ ખાતે ₹679 કરોડના વિકાસકામોની ભેટ આપી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીધામમાં મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી 176 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ ભુજની લાલન કોલેજના ગ્રાઉન્ડ ખાતેથી પશ્ચિમ કચ્છ વિસ્તારના 503 કરોડના વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું. કચ્છની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ ગાંધીધામના સરદાર પટેલ ઓડિટોરિયમ ખાતે આયોજિત સભા સ્થળે પોતાનું ઉદબોધન આપ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નગરની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ રહે તે મહત્વનું છે. ગાંધીધામમાં માર્ગ, ગટર અને પાણી સહિતની સુવિધા તો છે જ પરંતુ તેમાં વધારો કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા ગાંધીધામના ટાગોર રોડ પર નવનિર્મિત ફલાય ઓવરબ્રીજનું ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રીજ’ નામકરણ કરવામા આવ્યું હતું. આ સાથે જ ઓસ્લો ખાતે સર્કલ ડેવલોપમેન્ટ એન્ડ પાર્કિંગ ફેસેલીટીના વિવિધ કામની તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.

મહાનગર પાલિકા બન્યા પહેલા ગાંધીધામનું બજેટ 110 કરોડ હતું, જે હવે વધીને 608 કરોડોનું કરી દેવામાં આવ્યું છે. પીએમ મોદીના શાસનકાળમાં લાગુ થયેલી મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના થકી શહેરોનો વિકાસ સુનિશ્ચિત થયો છે, જેમાં ગાંધીધામ ખાતે આજે 176 કરોડના વિવિધ વિકાસ કાર્યો ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેના થકી શહેરના માર્ગો આઈકોનિક બનાવાશે, મનોરંજન માટે નવા ગાર્ડન, તળાવ બ્યુટીફીકેશન કાર્યો કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ લક્ષી કામોને પણ આવરી લાયબ્રેરી વગેરે નિર્માણ કરવામાં આવશે. શહેરના વિકાસમાં સક્રિય કામગીરી બદલ તેમણે મહાનગર પાલિકા ટીમને અભિનંદન પાઠવ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *