સુરતના ભેસ્તાનમાં થયેલા ચકચારિત સતીષ મરાઠે હત્યામાં ધરપકડ

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાનમાં થયેલા ચકચારિત સતીષ મરાઠે હત્યામાં ધરપકડ
રાહુલ મંડલની લાજપોર જેલમાંથી ધરપકડ કરી કોર્ટમાં રજુ
હત્યાકાંડમાં વધુ ખુલાસા રિમાન્ડ દરમિયાન થશે.

સુરતના ભેસ્તાનમાં થયેલા ચકચારિત સતીષ મરાઠે હત્યા કેસમાં સોપારી આપવાના જેના પર આક્ષેપો કરાયા છે તે રાહુલ મંડલની લાજપોર જેલમાંથી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા હતાં.

સુરતના ભેસ્તાન ખાતે થયેલા ચકચારિત સતીષ મરાઠે હત્યા કેસના આરોપીઓ ઝડપાયા બાદ સોપારી આપી હત્યા કરાઈ હોવાની ચર્ચા તેજ બની હતી. તો પોલીસ તપાસમાં લાજપોર જેલમાંથી રાહુલ મંડલે સતીષ મરાઠેની હત્યાની સોપારી આપી હત્યા કરાવી હોવાનુ સામે આવ્યુ હતું. આ હત્યાકાંડમાં બાળકિશોર સહિત 10 જેટલા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે હાલ જેના પર સોપારી આપ્યાના આક્ષેપો છે તે રાહુલ મંડલની પણ લાજપોર જેલમાંથી પોલીસે અટકાયત કરી તેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરી હતી. હવે આ હત્યાકાંડમાં વધુ ખુલાસા રિમાન્ડ દરમિયાન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *