બગસરા સરકારી હોસ્પિટલનું રપમીએ આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે

Featured Video Play Icon
Spread the love

 

બગસરા સરકારી હોસ્પિટલનું રપમીએ આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે
ધારાસભ્ય જે.વી. કાકડીયાએ આપી પ્રતિક્રિયા

બગસરા શહેરમાં સરકારી હોસ્પિટલનું 25 મી જુલાઇએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે હસ્તે લોકાર્પણ કરાશે ધારાસભ્ય જે.વી. કાકડીયાએ આપી પ્રતિક્રિયા ..

વિ.ઓ: અમરેલીના બગસરા શહેરમાં સરકારી હોસ્પિટલનુ કામ પુર્ણ થયું હોવા છતાં લોકાર્પણ ન થતાં થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કાંતિભાઈ સતાસિયાએ સરકાર સામે રોષ વ્યક્ત કરી લોકાર્પણ કરવાની ચિમકી ઉચ્ચારી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે..

બગસરા શહેરમાં તૈયાર થયેલ સરકારી હોસ્પિટલનું આગામી 25 જુલાઈના રોજ સરકારી લોકાર્પણ કરવાની ધારાસભ્ય જે.વી.કાકડીયાએ જાહેરાત કરી છે ત્યારે તાલુકામાં લોકોને આરોગ્ય લક્ષી સારી સુખાકારી મળી રહે તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા ૪.૫૦ કરોડના ખર્ચે આધુનિક સરકારી હોસ્પિટલ તૈયાર થયેલ આ સરકારી હોસ્પિટલનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું હતું પરંતુ સરકરી હોસ્પિટલ તૈયાર થયાને છ મહિના જેવો સમય થયો છતાં તેનું લોકાર્પણ ન થયું હોય તેને ધ્યાનમાં રાખી સરકારશ્રી દ્વારા લોકાર્પણ કરવાની જાહેરાત કરી ત્યારે ધારી બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આગામી 25 જુલાઈને શુક્રવારના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સરકારી હોસ્પિટલનુ લોકાર્પણ કરવામાં આવશે..

સરકારી હોસ્પિટલનુ લોકાર્પણ કરી ખુલ્લું મુકાશે જેથી હવે લોકોને ત્રણ કિલોમીટર સુધી દૂર આરોગ્ય લક્ષી સેવા લેવાનો અંત આવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *