સુરત : શિક્ષકોની સુરક્ષા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેકટરને આવેદન પત્ર
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેકટરને આવેદન પત્ર,
શિક્ષકો માટે કાનૂની સુરક્ષા માટે એક્ટ બનાવવાની માંગ”
શાળાઓમાં શિક્ષકો અને કર્મચારીઓ પર થતા હુમલાઓને લઈ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી શિક્ષકો માટે એક્ટ બનાવવાની માંગ કરી હતી.
સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેકટરને આવેદન પત્ર અપાયુ હતું. શાળાના કર્મચારી અને શિક્ષકો પર થયેલા હીચકારા હુમલા મામલે કલેકટરને આવેદન પત્ર આપી જણાવાયુ હતું કે ડોકટરો માટે એક્ટ બનાવ્યો તેમ શિક્ષકો માટે એક્ટ બનાવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમદાવાદમાં અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વોની દ્વારા શિક્ષકો પર હુમલો કરાયો હતો. જેને લઈ બાળકો, શિક્ષકો અને કર્મચારીઓના સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે શિક્ષકો અને સ્કૂલમાં સુરક્ષા મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. તો આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં સ્કૂલ સંચાલકો હાજર રહ્યા હતાં.
