સુરતના ઈચ્છાપોરમાં 8 વર્ષની બાળા પર દુષ્કર્મનો બનાવ

Featured Video Play Icon
Spread the love

સુરતના ઈચ્છાપોરમાં 8 વર્ષની બાળા પર દુષ્કર્મનો બનાવ
ઈચ્છાપોર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

સુરતની ઈચ્છાપોર પોલીસે 8 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર નરાધમને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતમાં નાની બાળાઓ પર જાતીય સતામણીના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતની ઈચ્છાપોર પોલીસે માસુમને હવસની શિકાર બનાવનાર નરાધમને ઝડપી પાડ્યો હતો. ઈચ્છાપોર પોલીસ મથકનો સ્ટાફ તપાસમાં જોડાયો હતો ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે મોરા ગામમાં રહેતી 8 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર નરાધમ મનીષ પરશુરામ રાય ભુમિહારને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *