અમદાવાદમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય.
ગાયકવાડ હવેલીમાં માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય.
મસ્જિદમાં નૌમાન શેખ નામના યુવકનું કૃત્ય

અમદાવાદના જમાલપુરમાં એક 8 વર્ષના માસૂમ બાળક સાથે યુવકે તકનો લાભ લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. મસ્જિદમાં નમાજ કરવા માટે આવેલા યુવકે બાળકને ધાબે લઈ જઈને બાળક સાથે કુકર્મ કર્યું હતું. બનાવ અંગે બાળકે તેના વાલીને જાણ કરી હતી. વાલીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ જમાલપુરમાં આવેલી મસ્જિદમાં નૌમાન શેખ નામનો યુવક નમાજ માટે આવ્યો હતો. આ દરમિયાન કેટલાંક બાળકો પણ મસ્જિદમાં આવ્યાં હતાં. નૌમાને આ દરમિયાન એક 8 વર્ષના બાળક સાથે વાતચીત કરી હતી, જે બાદ બાળકને લાલચ આપીને મસ્જિદના ધાબે લઈ ગયો હતો. બાળકને ધાબે લઈ જઈને નૌમાને તકનો લાભ લઈને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. એ બાદ બાળકને રવાના કરી દેતાં તે નીચે આવ્યું હતું. એ બાદ નૌમાન પણ નીચે આવ્યો હતો. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના PI સી.વી.ગોસાઈએ જણાવ્યું હતું કે આરોપી બાળકને નમાજ શીખવાડવાનું કહીને ધાબે લઈ ગયો હતો. આરોપી 20 મિનિટ સુધી બાળકને લઈને ધાબે રહ્યો હતો. બાળક હાલ સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ હાલ ગંભીર છે.

પીડિત બાળકે આ અંગે તેના વાલીને જાણ કરી હતી. એ બાદ વાલીએ ગાયકવાડ હવેલી પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી નૌમાનની ધરપકડ કરી હતી. નૌમાન બાળકને લઈને જતો અને પરત આવતો CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યો છે. પોલીસે CCTV ફૂટેજ અને મેડિકલ રિપોર્ટના આધાર વધુ તપાસ હાથ ધરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *