ખેડા વિપુલ પટેલના નિવેદન પર અમિત ચાવડાનો પ્રહાર.

Featured Video Play Icon
Spread the love

ખેડા વિપુલ પટેલના નિવેદન પર અમિત ચાવડાનો પ્રહાર.
વિપુલ પટેલે છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે
અમિત ચાવડાએ કહ્યું ભાજપના નેતાઓનું અભિમાન માથા પર ચઢ્યું.

ખેડા નડિયાદમાં કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતા વિપુલ પટેલે જાહેરમાં કહ્યું કે, “છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે.” તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ છે, પારદર્શકતા અને નૈતિકતા અંગે પ્રશ્નો ઉઠ્યા છે. વિપુલ પટેલના નિવેદન પર અમિત ચાવડાનો પ્રહાર.

ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભારે રાજકીય હલચલ શરૂ થઈ છે. આ વચ્ચે વિવિધ નેતાઓના સ્ટેજ પરથી ભાષણ અને બયાનબાજીઓ પર સૌ કોઈની નજર રહેતી હોય છે, ત્યારે કેટલાક જાહેર મંચ પર આપેલા કેટલાક નેતાઓના નિવેદનો ભારે ચર્ચાનો મુદ્દો બનતા હોય છે. આવી જ રીતે ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે ભાજપ નેતાએ આપેલું એક નિવેદન હાલ ભારે ચર્ચાસ્પદ બન્યું છે. જાહેરમાં નિવેદન આપતા ભાજપ નેતા વિપુલ પટેલે કહ્યું હતું કે, “મેં ભણવામાં ખૂબ મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, મને સારો હોદ્દો પણ મળ્યો અને મેં સારા રૂપિયા બનાવ્યા. અન્ય કોઈ નેતા તમને નહીં કહે, પણ હું છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે.” ત્યારે વિપુલ પટેલના આ નિવેદન વાયરલ થતાં ખેડા જિલ્લામાં રાજકારણમાં ચર્ચા જાગી છે. કેટલાક લોકો આને નિર્ભય સ્વીકાર ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક દ્વારા આ નિવેદન પર ટીકા પણ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે

વિગતે વાત કરીએ તો, ખેડાના નડિયાદમાં એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિયેશનનો રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના નેતા વિપુલ પટેલે કાર્યક્રમના મુખ્ય મહેમાન હાજરી આપી હતી. જ્યાં તેઓએ સ્ટેજ પર સ્પીચ આપતા જાહેરમાં કહ્યું કે, “છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે.” તેમના આ નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. આ ચર્ચાસ્પદ નિવેદન આપનાર નેતા વિપુલ પટેલ ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા રહ્યા છે. ઉપરાંત તેઓ અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન અને હાલ ડિરેક્ટર તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. ત્યારે તેમના આ નિવેદન પછી રાજકારણમાં પારદર્શકતા અને નૈતિકતા અંગે ફરી એકવાર ચર્ચા ઉઠી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *