રાજકોટના ફન બ્લાસ્ટ આગ મામલે ફાયર વિભાગની કાર્યવાહી
ફાયર ઓફિસર અમિત દવેએ ઇલેક્ટ્રિક વાયરિંગનું મંગાવ્યું સર્ટિફિકેટ
સુરક્ષાના સાધનો નહી હોય તો તોને લઈ નોટિસ પણ આપવામાં આવશે
રાજકોટમાં ફન બ્લાસ્ટ ગેમઝોનમાં લાગેલી આગ બાદ તંત્ર જાગ્યું છે અને તપાસનો ધમધમાટ કરશે, ફાયર બ્રિગેડ દ્વારા શહેરના તમામ ગેમઝોનમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તમામ ગેમઝોન પાસે ફાયર NOC અંગે તપાસ કરાશે અને ફાયર સેફ્ટી અને મોકડ્રિલ કરવા તંત્રએ સૂચના આપી છે.
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ગેમઝોનમાં તારીખ 26 એપ્રિલ 2026 ના રોજ શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. તો આગલાગતાની સાથે લોકોમાં દોડધામ મચી હતી અને ગેમઝોનની અંદર રહેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ગેમઝોનમાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી અને આગ સમયથી કાબુમાં આવી ગઈ છે. સ્મોક ડિટેક્ટરની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના સમયે ગેમ ઝોનમાં હાજર પરિવારો બાળકો સાથે બહાર દોડી આવ્યા હતા. આગ અંદાજે સાંજે 7 વાગ્યે લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગેમઝોનમાં સુરક્ષાના સાધનો છે કે નહી તેને લઈ પણ તપાસ કરવામાં આવશે અને જો સુરક્ષાના સાધનો નહી હોય તો તોને લઈ નોટિસ પણ આપવામાં આવશે
રાજકોટના ફન બ્લાસ્ટ ગેમઝોનમાં રવિવાર 26 એપ્રિલના રોજ આગ લાગી હતી. બાળકો વિવિધ રાઈડ્રસ અને ગેમ્સની મજા માણી રહ્યા હતા. ત્યારે અચાનક એક ખૂણેથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું.જોતજોતામાં આગની જવાળાઓ દેખાતા આગની બૂમો પડતા ગેમ ઝોનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.લોકો પોતાના બાળકોને તેડીને સલામત સ્થળે દોડવા લાગ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા ફાયર ફાયટરોની બે ટીમ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ કાફલો અને પીજીવીસીએલની ટીમ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
