જહાંગીરપુરામાં એમડી ડ્રગ્સના ગુનામાં નાસતા ફરતા આરોપી

Featured Video Play Icon
Spread the love

જહાંગીરપુરામાં એમડી ડ્રગ્સના ગુનામાં નાસતા ફરતા આરોપી
એસઓજીની ટીમે નવાબ ઉર્ફે હારાજ ઈશાકઅલી સૈયદને ઝડપી પાડ્યો
એસઓજીએ આરોપીનો કબ્જો જહાંગીરપુરા પોલીસને સોંપ્યો

જહાંગીરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા એમડી ડ્રગ્સના ગુનામાં નવ મહિનાથી નાસતા ફરતા આરોપીને મુંબઈથી એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નાર્કોટીક્સ ડ્રગ્સના ગુનામાં જહાંગીરપુરા પોલીસ મથકમાં 9 મહિનાથી નાસતો ફરતો આરોપી નવાબ ઉર્ફે હારાજ ઈશાકઅલી સૈયદને મુંબઈના એમ.એ. રોડ પરથી એસઓજીની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. તો જહાંગીરપુરા પોલીસ મથકમાં 52.770 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયો હતો જે ગુનામાં આરોપી વોન્ટેડ હોવાની કબુલાત કરી હતી. હાલ તો એસઓજીએ આરોપીનો કબ્જો જહાંગીરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *