સુરતમાં વડોદરા એસીબીની ટીમે બે લાંચિયા પકડ્યા
એએચટીયુના લોકરક્ષક અને વચેટીયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા
ધીરૂભાઈ ઠાકરીયા અને વચેટિયા રોનક ત્રિવેદીને ઝડપ્યા
સુરતમાં વડોદરા એસીબીની ટીમે એએચટીયુના લોકરક્ષક અને વચેટીયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા લાંચીયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના એ.એચ.ટી.યુમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ નકાભાઈ ઠાકરીયા અને વચેટિયા લાંચ લેતા ઝડપાયા છે. લોકરક્ષક ધીરુભાઈએ એક જાગૃત નાગરિકને મસાજ પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે આ વ્યવસાય શાંતિપૂર્ણ રીતે ચલાવવા દેવા, પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ ન કરવા અને કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરવાના બદલામાં નાગરિક પાસે 25,000ની લાંચની માંગણી કરી હતી. તો બનાવને લઈ એસીબીમાં ફરિયાદ કરાતા આખરે એસીબીએ છટકુ ગોઠવી લોકરક્ષક ધીરૂભાઈ ઠાકરીયા અને વચેટિયા રોનક ત્રિવેદીને ઝડપી પાડી બન્નેને સળીયા પાછળ ધકેલી દીધા હતાં
