સુરતમાં અપહરણ બાદ સિક્યોરિટી એજેન્સીના માલિકની હત્યા
લીંબાયતની મીઠી ખાડીમાં કોથળામાંથી મળ્યા મૃતદેહના બે ટૂકડા.
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો તરાપ મારી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં અપહરણ બાદ હત્યાનો બનાવ બન્યો છે. એક વ્યક્તિ 3 દિવસથી ગુમ થયાં હતા જેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને પોલીસ તપાસમાં આખરે ગુમ થયેલ વ્યક્તિનો હત્યા કરાયેલ અવસ્થામાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતના અલથાણ પોલીસ મથક વિસ્તારમાં રહેતા 55 વર્ષિય ચંદ્રવાન દુબે ત્રણ દિવસ અગાઉ ગુમ થયા હતાં. ગુમ થનાર ચંદ્રવાન દુબે સિક્યુરિટી નામથી સિક્યુરિટી એજન્સી ચલાવતા હતા. તેઓ ગત 13 તારીખના રોજ મગદલા સચિન હાઇવે ઉપર આવેલ સીબી પટેલ ગ્રાઉન્ડની બહારથી ગુમ થઈ ગયા હતા. આ મામલે અલથાણ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ચંદ્રભાનની તપાસ કરવા કેમેરા જોવાના ચાલુ કર્યા જેમાં આભવા ચોક્ડી પાસે ચંદ્રભાન રીક્ષામાં બેઠેલો દેખાયો, જોકે જે ગ્રાઉન્ડ પાસે રીક્ષા લકે ઉતાર્યા હોવાની વાત કરી ત્યાં રીક્ષા કે અન્ય કોઈ ગાડી દેખાઈ ન હતી. એટલે પોલીસે કેમેરા ટ્રેક કર્યા અને પછી લાશ સુધી પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફૂટ જ ચેક કરતા તેઓ ભેસ્તાન પહોંચ્યા હતા. જ્યાં ભેસ્તાનથી એક મકાનમાં જતા જોવા મળ્યા હતા. અને બીજા દિવસે સવારે રાશિદ બે બેગ લઈ સ્કુટી ઉપરથી નીકળતો જોવા મળે છે. અને ત્યાંથી ટ્રેક કરતા લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તે બેગ મળી આવ્યું હતું. જેમાં મૃતક ચંદ્રવાન દુબેના શરીરના બે ટુકડા મળી આવ્યા હતા. હાલ તેમના બોડીનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તો મૃતક ચંદ્રવાન દુબેના પરિવારજનો દ્વારા આક્ષેપ કર્યો છે કે, રીક્ષા ચાલક દ્વારા ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. વોટ્સએપના માધ્યમથી ખંડણી માંગવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.