સુરતમાં જોખમી રીતે માલ વહન કરતા વાહન ચાલકો સામે આરટીઓ એક્શનમાં.

Featured Video Play Icon
Spread the love

 

સુરતમાં જોખમી રીતે માલ વહન કરતા વાહન ચાલકો સામે આરટીઓ એક્શનમાં.
15 દિવસમાં 31 લાખથી વધુની રકમનો દંડ વસુલ કરાયો

સુરતમાં આરટીઓ દ્વારા ઓવરલોડેડ વાહનો સામે કાર્યવાહી કરાઈ હતી. પહેલી મેથી 15 મે સુધી નાના મોટા ઓવરલોડેડ વાહનો પર કાર્યવાહી કરાતા ઓવરલોડ વાહનો લઈ ફરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે આર.ટી.ઓ.ના અધિકારીઓએ શહેરની સડકો પર જોખમી રીતે માલ વહન કરતા ઓવર ડાઈમેન્શન વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આરટીઓની ચેકિંગ ટીમે સઘન તપાસ હાથ ધરીને આવા નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાયદેસરના પગલાં લીધા હતા. પહેલી મે થી 15 મે સુધી આરટીઓના 8 ઈન્સ્પેક્ટર તથા આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટરની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરી હતી જેમાં 100થી વધુ વાહનોને ચલણ ઈશ્યુ કર્યા હતા જ્યારે 27 થી વધારે વાહનોને દંડ કરાયુ હતું. આરટીઓ દ્વારા 15 દિવસમાં 31 લાખથી વધુની રકમનો દંડ પણ વસુલ કરાયો હતો જે અંગે આરટીઓ અધિકારીએ વધુ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *