પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી

Featured Video Play Icon
Spread the love

પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી
કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ
વિધાનસભામાં ભૂતિયા યુનિવર્સિટીને લઇ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ

એક બાજુ,ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત આવી રહ્યાં છે તેવા દાવા કરવામાં આવી રહ્યાં છે ત્યારે બીજી તરફ શિક્ષણ ક્ષેત્રમાં કેટલી હદે પોલંપોલ ચાલી રહ્યુ છે તે વાતનો પર્દાફાશ આજે પાટણની એમ. કે. યુનિ.ને લઈ વિધાનસભામાં થયો છે.

કેન્દ્ર સરકાર, યુજીસી ઉપરાંત રાજ્ય સરકારે જે પાટણની એમ.કે. યુનિવર્સિટીને મંજૂરી આપી છે તેનું આજે ખેતરમાં અસ્તિત્વ છે. એટલુ જ નહીં, યુનિવર્સિટીએ જે બિલ્ડીંગ દર્શાવ્યુ છે તે ખેતપેદાશનું ગોડાઉન છે. ગુજરાત વિધાનસભાએ જાહેરનામું બહાર પાડ્યુ હતું તે એમ.કે. યુનિવર્સિટી માત્રને માત્ર કાગળ પર ચાલી રહી છે. આમ, શિક્ષણ ક્ષેત્ર પણ કલંકિત થયુ છે. તે વાતનો પર્દાફાશ આજે પાટણની એમ. કે. યુનિ.ને લઈ વિધાનસભામાં થયો છે. ગુજરાત સરકારે સ્વીકાર્યું કે એમ.કે.યુનિવર્સિટી સરકારે ફાળવેલી જમીન પર નહીં બીજી જગ્યા પર ચાલે છે. સરકારના જવાબ પર પ્રતિક્રિયા આપતા ડૉ. કિરીટ પટેલે જણાવ્યું હતું કે સરકારે તેમના પ્રશ્નમાં જ રાજ્યમાં ‘ભૂતિયા યુનિવર્સિટી’ હોવાની વાત સ્વીકારી છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યાં યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે, ત્યાં સુવિધાઓનો અભાવ છે, જ્યારે તે ખરેખર ભેંસોના તબેલામાં ચાલી રહી છે.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં પણ કેટલી હદે લોલમલોલ ચાલી રહ્યુ છે જાણે કે, કોઇ જોનાર જ નથી. પાટણ વિસ્તારમાં એમ.કે.યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારે મંજૂરી આપી છે. યુજીસીએ પણ ખાનગી યુનિવર્સિટી તરીકે એમ.કે.યુનિવર્સિટીને માન્યતા આપી છે. જ્યારે ગુજરાત વિધાનસભાએ જાહેરનામું બહાર પાડ્યું ત્યારે એમ.કે.યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા દર્શાવવામાં આવ્યુ હતું. યુજીસીએ મંજૂરી આપી તે પત્રમાં પણ આ ખાનગી યુનિવર્સિટીનું સરનામુ હનુમાનપુરા દર્શાવાયુ છે. સરકારે છેલ્લા ત્રણ વર્ષથી આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. ભેંસોના તબેલામાં યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી અને કોઈ ચકાસણી પણ કરવામાં આવી નથી. સરકાર ગુણવત્તા વગરની યુનિવર્સિટીને મંજૂરી આપી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન થઈ રહ્યું છે.’ આ મુદ્દે વધુ કાર્યવાહી કરવા અને જવાબદારો સામે કડક પગલાં ભરવા માટે તેમણે સરકારને અપીલ કરી હતી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *