સુરતમાં વિશ્વ હિન્દુ પરિષધ અને બજરંગ દળ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ
બોમ્બે માર્કેટ પાસે રામ ભવન કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
નવરાત્રીમાં વિધર્મી મુક્ત નવરાત્રી આયોજનની વાત કરાઈ
સુરતના બોમ્બે માર્કેટ રોડ પર વિશ્વ હિન્દુ પરિષધ અને બજરંગ દળ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી અને નવરાત્રીમાં વિધર્મી મુક્ત નવરાત્રી આયોજનની વાત કરાઈ હતી.
સુરતમાં નવરાત્રી પહેલા જ હિન્દુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષધ અને બજરંગ દળ મેદાને આવી ગયા છે. અને નવરાત્રી સમયે કોઈ પણ વિધર્મીને નવરાત્રીમાં ન આવવા દેવા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાય છે. ત્યારે સુરતના પુનાગામ રોડ પર આવેલ બોમ્બે માર્કેટ પાસે રામ ભવન કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષધ અને બજરંગ દળ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. અને નવરાત્રીને લઈ માહિતી અપાઈ હતી.
