7 વર્ષની દીકરીને દીક્ષા મામલે ફેમિલી કોર્ટમાં સુખદ સમાધાન
કોર્ટમાં ચાલતા વિવાદનો અંત,
પતિ-પત્ની સાથે રહેવાનો નિર્ણય
સુરત ફેમિલી કોર્ટમાં દીકરીના ભવિષ્યને લઈ મહત્વનો નિર્ણય
સાત વર્ષની દીકરીને દિક્ષા અપાવવા મામલે દિકરીના પિતા દ્વારા કોર્ટમાં કરાયેલી અરજી બાદ ફેમિલી કોર્ટમાં સુખદ સમાધાન થયો હતો. અને હવેથી પતિ – પત્નિ સાથે રહેશે અને પતિ હવે આ કેસમાં આગળ લડવા નથી માંગતા તેમ જણાવ્યુ હતું.
સુરત શહેરમાં 7 વર્ષ ની દીકરીને દીક્ષા આપવા મામલે મહત્વનો નિર્ણય આવ્યો છે. દીકરીના પિતા દ્વારા કોર્ટમાં અરજી કરી હતી. દીકરીની માતા દ્વારા દીકરીને દીક્ષા હમણાં ન આપવા બાબતે એફિડેવિટ કરાઈ હતી. જેને લઈ આજે સુરત ફેમેલી કોર્ટમાં બંને પક્ષના વકીલો એકબીજા સાથે રહ્યાં હતા. અને ફેમિલી કોર્ટમાં સુખદ સમાધાનનો નિર્ણય આવ્યો હતો. તો આજથી પતિ પત્ની હવે સાથે રહેશે અને પતિ હવે આ કેસમાં આગળ લડવા નથી માંગતા તેમ જણાવાયુ હતું. દીકરાના ભવિષ્ય માટે મહત્વનો નિર્ણય લેવાયો હોય બન્ને પક્ષના વકીલની દલીલ બાદ મહત્વનો ચુકાદો આવતા બન્ને વકીલોએ નિર્ણયને આવકાર્યો હતો.
