સુરતમાં સરકારી યોજનાના નામે સાયકલોનુ વેચાણ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સરકારી યોજનાના નામે સાયકલોનુ વેચાણ
ફેડરેશન ઓફ ગુજરાત બાયસીકલ એન્ડ ટોય એસોસીએશનનો વિરોધ
કન્સ્યુમર પ્રોટેકશન એક્ટ 2019 તથા જીએસટી એક્ટ 2017 નો ભંગ

સુરતમાં સરકારી યોજનાના નામે ગરીબો સાથે બિન માનક એટલે કે નોન આઈએસઆઈ અને નોન બીઆઈએસ સાયકલોનુ થઈ રહેલુ વેચાણ જાહેર સલામતી માટે જોખમ રૂપ હોય તેવા આક્ષેપો ફેડરેશન ઓફ ગુજરાત બાયસીકલ એન્ડ ટોય એસોસીએશન દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ હતું.

સુરતમાં ફેડરેશન ઓફ ગુજરાત બાયસીકલ એન્ડ ટોય એસોશીએશન દ્વારા પત્રકાર પરિષદ યોજી જણાવાયુ હતું કે સરકારી યોજનાઓના નામે ગરીબ નાગરિકો સાથે છેતરપિંડી, બિન-માનક નોન આઈએસઆઈ અને નોન બીઆઈએસ સાયકલ વેચાણ, જાહેર સલામતીને ગંભીર જોખમ તથા ખોટા આરોપો દ્વારા બદનામી છે. ભારત સરકારના બંધારણીય અધિકારો તથા લાગુ કાયદાઓના દાયરામાં રહીને, જાહેરહિતમાં ગંભીર બાબતો મીડિયા તથા સંબંધિત સત્તાધીશો સમક્ષ રજૂ કરી જણાવાયુ હતું કે સરકારી યોજનાઓના નામે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો પાસેથી એડવાન્સ રકમ વસૂલીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે, જે ભારતીય દંડ સંહિતા આઈપીસી કલમ 420 તથા કન્સ્યુમર પ્રોટેકશન એક્ટ, 2019 નો સીધો ભંગ છે. તો સાયકલ સેવાના નામે 2600 માં વેચાતી સાયકલ હકીકતમાં અંદાજે 1850 કિંમતની, અતિ નબળી ગુણવત્તાની તથા આઈએસઆઈ-બીઆઈએસ સર્ટિફિકેશન વિના બનાવેલી હોવાનું સામે આવ્યું છે, જે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ 2016 નો ગંભીર ભંગ છે. જ્યારે આવી બિન-માનક સાયકલ માત્ર 20 થી 25 દિવસમાં તૂટી જાય છે, જેના કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને બાળકોના જીવને ગંભીર જોખમ ઊભું થાય છે. જો સાચી સેવા ભાવના હોય તો પ્રમાણિત આઈએસઆઈ અને નોન બીએઆઈએસ બ્રાન્ડની સાયકલ યોગ્ય ગુણવત્તા સાથે ઓછી કિંમતે પૂરી પાડી શકાય, તો તે કરવામાં કેમ આવતું નથી તે અંગે ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. વહેલી સવારે ટૂંકા સમય માટે સાયકલ વેચાણ કરી તરત જ વિસ્તાર બદલી દેવો એ પૂર્વયોજિત છેતરપિંડી દર્શાવે છે. અને સાચી સેવા માટે સ્થાયી શોરૂમ, સર્વિસ સેન્ટર અને જવાબદારી જરૂરી છે.

આ પ્રકારનું વેચાણ કન્સ્યુમર પ્રોટેકશન એક્ટ 2019 તથા જીએસટી એક્ટ 2017 નો ખુલ્લેઆમ ભંગ કરે છે. વેચાણ સમયે જીએસટી બિલ આપવામાં આવતું નથી અને બિલ માંગનાર ગ્રાહકો સાથે ઉશ્કેરણી થાય છે. અરજદારની બદનામી કરવા માટે મીડિયામાં ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, જે આઈપીસી કલમ 499 અને 500 હેઠળ ગુનાહિત કૃત્ય છે. ત્યારે ફેડરેશન ઓફ ગુજરાત બાયસીકલ એન્ડ ટોય એસોશીએશન દ્વારા એમ પણ કહેવાયુ છે કે અમારાં પ્રતિ ખોટા રીતે જીએસટી અધિકારી બનીને પૂછપરછ કરવી તથા ઘુસપત્તી માંગવાના ખોટા આરોપ લગાવાઈ રહ્યા છે, જે સંપૂર્ણપણે ખોટા અને આધારવિહોણા છે. વધુમાં જણાવાયુ હતું કે અમારી કોઈ સેવા સંસ્થા નથી, તેમ છતાં અમારી તરફથી અનેક ગરીબ પરિવારના બાળકોને નિઃશુલ્ક સાયકલ આપવામાં આવી છે. આ સેવા ભાવનાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી દોષિત તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *