સુરતના રાંદેર વિસ્તારમાં બર્થ ડે સેલિબ્રેશનના બહાને દુષ્કર્મ

Featured Video Play Icon
Spread the love

સુરતના રાંદેર વિસ્તારમાં બર્થ ડે સેલિબ્રેશનના બહાને દુષ્કર્મ
રાજસ્થાનની યુવતિને બોલાવી 20 દિવસ સુધી બંધક બનાવી
નશીલા ઈન્જેકશન આપી દુષ્કર્મ આચરયુ

સુરતના રાંદેર વિસ્તારમાં બર્થ ડે સેલિબ્રેશનના બહાને રાજસ્થાનની યુવતિને બોલાવી 20 દિવસ સુધી બંધક બનાવી નશીલા ઈન્જેકશન આપી દુષ્કર્મ આચરાયુ હતુ હાલ પોલીસે બે નરાધમોને ઝડપી પાડ્યા છે.

સુરત રાંદેર વિસ્તારમાં બર્થડે સેલિબ્રેશનના બહાને રાજસ્થાનના કોટાની યુવતિને સુરત બોલાવી દુષ્કર્મ આચરાયુ હોવાનુ સામે આવ્યુ છે. સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા બે યુવકોએ રાજસ્થાનના કોટા વિસ્તારમાં રહેતી યુવતિને જન્મદિનની પાર્ટી માટે બોલાવી 20 દિવસ સુધી બંધક બનાવી નશીલા ઈન્જેકશન આપી દુષ્કર્મ આચર્યું હતું. તો નરાધમોના ચુંગાલમાંથી છૂટી યુવતી રાંદેર પોલીસ મથકે પહોંચી હતી અને ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસે બન્ને નરાધમ અમન વર્મા અને તોહિદુલ હકની ધરપકડ કરી હતી. જેમાં એક નરાધમ તોહીદુલે તો રોહિત નામ આપ્યુ હતું. હાલ તો રાંદેર પોલીસે નરાધમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *