અમરેલી: વિસાવદરના મોટા ભલગામ ગામે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરાયું
હિરપરા પરિવાર દ્વારા દ્વિતીય સ્નેહ મિલન સમારંભનું આયોજન કરાયું
પરિવારના સૌથી વયવૃદ્ધ રામુબેન હિરપરાને સન્માન કરી પરીવાર જનોએ સમૃહ ભોજન કરી
વિસાવદરના મોટા ભલગામ ગામે હિરપરા પરિવાર નું દ્વિતીય સ્નેહ મિલન કાર્યક્રમમાં પરિવારના સૌથી વયવૃદ્ધ રામુબેન હિરપરાને સન્માન કરી પરીવાર જનોએ સમૃહ ભોજન કરી પરીવારની ભાવના વ્યક્ત કરી ભાવૃક દ્રશ્યો જોવા મળ્યો..
આમ જોઈએ તો આજના હાઈ ટેક મોબાઈલ યુગમાં એક કુટુંબ પણ સાથે બેસી વાત નથી કરી શકતા દિન પ્રતિદિન પરિવારો ટુટી રહ્યા છે ત્યારે એક કુટુંબ તો શું આખો પરિવાર એક તાંતણે બેચી સમૂહ ભોજન કરતા જોવા મળ્યા કોણ છે આ પરિવાર જોઈએ આ ખાસ રિપોર્ટમાં.. વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે ગત વર્ષની જેમ આ વર્ષે પણ હિરપરા પરિવાર દ્વારા દ્વિતીય સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું એકતા સદભાવના સહકાર જેવા વિચારો રોપવામાં આવ્યા પરિવારને વ્યસન મુક્ત ખોટા ખર્ચ કુપોષણ દૂર થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા આજના સમયમાં શિક્ષણ સંસ્કાર જેવા મુદ્દાઓને કુટુંબમાં સમાવવા અંગે વિચારો રજૂ કર્યા સાથે પરિવારના સૌથી વયવૃદ્ધ એવા રામુબેન લાધાભાઈ હિરપરાનું સન્માન કરવામાં આવ્યું શૈલેષભાઈ હિરપરાએ કૌટુંબિક ભાવના વિશે વિચારો રજૂ કર્યા સાથે હિતેશભાઈ હિરપરાએ પરિવારના ટ્રસ્ટ વિશે માહિતગાર કરવામાં આવ્યા લોકસાહિત્યકાર સંદીપભાઈ અગ્રાવત લોક સાહિત્યની હાસ્ય સભર જૂના પુરાતન ઇતિહાસ સાથેની સરભર વાતો કરવામાં આવી સમાજના અગ્રણીઓ ગામના સરપંચ અને વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા પરિવારજનોએ એક સાથે બેસી સમૂહ ભોજન કરતા ભાવૃક દ્રશ્યો જોવા મળ્યો આભાર દર્શન કલ્પેશભાઈ હિરપરાએ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.
