સુરત : વિશ્વ ગુરૂ ફિલ્મનું પ્રમોશન સુરતમાં કરાયુ
ફિલ્મનુ પ્રમોશન રાજહંસ થિયેટરમાં કરવામાં આવ્યુ
ફિલ્મ અંગે નિલકંઠ યોગેશ બારોટએ વધુ માહિતી આપી
ભારતીયો અને ખાસ કરીને યુવાધન માટે બનાવાયેલી વિશ્વ ગુરૂ ફિલ્મનું પ્રમોશન સુરતમાં કરાયુ હતુ તો આ સમયે ફિલ્મની સ્ટારકાસ્ટ પણ સુરત આવી પહોંચી હતી.
ભારત વિશ્વ ગુરૂ છે ત્યારે ભારતીયો અને ખાસ કરીને યુવાધન માટે બનાવાયેલી વિશ્વ ગુરૂ ફિલ્મનુ પ્રમોશન સુરતમાં આવેલા રાજહંસ થિયેટરમાં કરવામાં આવ્યુ હતું. તો આ સમયે ફિલ્મની સ્ટારકાસ્ટ પર સુરતમાં પધારી હતી. તો ફિલ્મ અંગે નિલકંઠ યોગેશ બારોટએ જણાવ્યુ હતું કે ભારત વિશ્વ ગુરૂ હતુ, છે અને રહેશે. ત્યારે આ ફિલ્મ બનાવીને યુવાધન કે જે પશ્ચિમિ રિતરિવાજ તરફ જઈ રહ્યો છે તેને પાછા આધ્યાત્મિક બનાવવાના અને તેનાથી જ ભારત વિશ્વ ગુરૂ બનશે તેમ કહ્યુ હતું. તો ફિલ્મ અંગે નિલકંઠ યોગેશ બારોટએ વધુ માહિતી આપી હતી.
