સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા
તંત્રને વિવિધ સમસ્યાઓ પર કામ કરવા આપેલા આદેશ
રવિવારની રજાના દિવસે પણ કામગીરી શરૂ થઈ ગઈ
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ મુલાકાત લઈ તંત્રને વિવિધ સમસ્યાઓ પર કામ કરવા આપેલા આદેશને લઈ રવિવારની રજાના દિવસે પણ કામગીરી શરૂ થઈ ગઈ છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની મુલાકાત બાદ તંત્ર કામે લાગ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ શનિવારના રોજ સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ અલગ અલગ વિભાગની મુલાકાત કરી સિવિલ હોસ્પિટલમાં સ્વછતા, તૂટેલી ટાઈલ્સ સહિતની સમસ્યાઓ ધ્યાને આવી હતી. તો આરોગ્ય મંત્રીએ તાત્કાલિક સિવિલ તંત્ર સાથે બેઠક યોજી હતી અને બેઠકમાં રવિવારે રજાના દિવસે પણ કામગીરી કરવા આદેશ આપ્યા હોય જેને લઈ તમામ સમસ્યાનું બે દિવસમાં નિકાલ લાવવા સૂચનાઓ અપાય હતી જેથી આરોગ્ય મંત્રીની સૂચના બાદ સિવિલ હોસ્પિટલનું તમામ વિભાગ કામે લાગ્યું છે.
