ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયો ગ્રામીણ રમતોત્સવ
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ
દેવગઢ બારીયાના શ્રી જયદીપસિંહજી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે
જનજાતિય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
દેવગઢ બારીયા વિધાનસભા ગ્રામીણ રમતોત્સવ’ ઉત્સાહભેર યોજાયો હતો.
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે યોજાઈ રહેલા ‘જનજાતિય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત શ્રી જયદીપસિંહજી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દેવગઢ બારીયા ખાતે ‘દેવગઢ બારીયા વિધાનસભા ગ્રામીણ રમતોત્સવ’ ઉત્સાહભેર યોજાયો હતો.
દાહોદ ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયો ગ્રામીણ રમતોત્સવ આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.આ રમતોત્સવનું મુખ્ય આકર્ષણ ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતી પરંપરાગત રમતો રહી હતી. જેમાં રસાખેંચ, ગિલી-ડંડા, કોથળા દોડ, લીંબુ ચમચી તેમજ કબડ્ડી સહિતની વિવિધ રોમાંચક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો અને સ્પર્ધકોએ ભારે ઉત્સાહ સાથે આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવનાર વિજેતા રમતવીરોને મહાનુભાવોના હસ્તે મેડલ સાથે ટી-શર્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
