માંડવીમાં સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી
અંબાજી રોડ, જોરા ફળિયા અને રામજી મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
આરતી, મહાપ્રસાદ અને શોભાયાત્રામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા

સુરત જિલ્લાના માંડવી નગર તેમજ તાલુકામાં સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતીની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંબાજી રોડ, જોરા ફળિયું તેમજ રામજી મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ આરતી, મહાપ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમોમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

માંડવીના અંબાજી નાકા ખાતે નીરુબેન બકાભાઈ જોગીના નિવાસસ્થાને વર્ષોથી જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ બકાભાઈ જોગીના નિવાસસ્થાને ભક્તિમય માહોલમાં સવારે 11 વાગ્યે જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી અને બપોરે 12 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બકાભાઈ જોગી દ્વારા સરકારી દવાખાનામાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ તેમના પરિવાર સહિત દવાખાના ના તમામ સ્ટાફ માટે પણ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જન્મજયંતી નિમિત્તે અંબાજી રોડ, જોરા ફળિયું અને રામજી મંદિર ખાતે પણ આરતી તથા મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર માંડવી નગરમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *