ઈચ્છાપોરમાં નશાકારક દવાઓનો જથ્થો ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

ઈચ્છાપોરમાં નશાકારક દવાઓનો જથ્થો ઝડપાયો
સુરતના મોરા ગામમાં ઈચ્છાપોર પોલીસના દરોડા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી
ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગરની નશાકારક દવાઓનો જથ્થો કબજે

સુરતના ઈચ્છાપોરના મોરા ગામ વિસ્તારમાં નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો હોય તેમ ઈચ્છાપોર પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડતા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓનો જથ્થો કબ્જે કર્યો હતો.

સુરતમાં નશાના કારોબાર સામે પોલીસનું એક્શન મોડ જોવા મળ્યું છે. ત્યારે ઈચ્છાપોરના મોરા ગામમાં આવેલા ગણેશ ફાર્મસી મેડિકલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ થતું હોવાની બાતમી મળતા ઈચ્છાપોર પોલીસની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખી ભટલાઈ રોડ પર આવેલા મેડિકલ સ્ટોરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ડાયસાયકલોમાઇન હાઇડ્રોક્લોરાઇડ, ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ અને એસિટામિનોફેન ધરાવતી ટ્રોસ્પાસ પ્લસ નામની 560 કેપ્સ્યુલ મળી આવી હતી. જેથી પોલીસે મેડિકલ સ્ટોર સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *