ભેસ્તાનના સિદ્ધાર્થ નગરમાં ગંભીર અકસ્માત
બેફામ વાહનચાલકોના કારણે અકસ્માતો વધતા ચિંતા વધી
સુરતમાં બેફામ વાહન ચાલકો વારંવારઅકસ્માતની ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે સુરતના ભેસ્તાનના સિદ્ધાર્થ નગરમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ભેસ્તાનમાં સિદ્ધાર્થ નગર પાસે નાયરા પેટ્રોલ પંપ નજીક રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને બાઈક સવારએ જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે ઈજાગ્રસ્ત વ્યક્તિ ટેમ્પોની અંદર ઘૂસી ગયો હતો. ઘટના બાદ આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્મતની સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
