સુરતના કાપોદ્રા વિસ્તારમાં હડતાળ પર ઉતર્યા
ધામેલીયા બ્રધર્સ કંપનીના 200થી 300 જેટલા કારીગરો
ભાવ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ કર્મનાથ મંદિર પાસે ધામેલીયા બ્રધર્સ કંપનીના 200થી 300 જેટલા કારીગરો ભાવ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતાં.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડાયમંડ કંપનીના કારીગરોએ હડતાળ પાડી હતી. કાપોદ્રાના કર્મનાથ મંદિર પાસે આવેલા ધામેલીયા બ્રધર્સના 200થી 300 જેટલા કારીગરો ભાવ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતાં. કારીગરોના જણાવ્યા મુજબ છેલ્લા ચાર વર્ષથી તેઓ ભાવ વધારાની માંગ કરી રહ્યા છે. જોકે, તેમની માંગ સ્વીકારવામાં ન આવતા આખરે કારીગરોએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. કારીગરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી ભાવ વધારાની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે.
