સુરતના પાલ-અડાજણ વિસ્તારમાં મારામારીનો વીડિયો
ગાર્ડનિયા રો-હાઉસમાં સોસાયટીના રહીશો વચ્ચે મારામારી
મહિલાઓ સહિત પરિવારના સભ્યો દ્વારા મારામારી કરાઈ
સુરતના પાલ-અડાજણ વિસ્તારમાં પાર્કિંગના નજીવા મુદ્દે મારામારીનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. ગાર્ડનિયા રો-હાઉસમાં એક પરિવાર અને સોસાયટીના રહીશો વચ્ચે થયેલા વિવાદમાં મહિલાઓ સહિત પરિવારના સભ્યો દ્વારા મારામારી કરાઈ હોવાના આક્ષેપો કરાયા હતાં.
સુરતમાં નજીવી બાબતે પણ એકબીજા પર જીવલેણ હુમલાઓ થતા થયા છે. ત્યારે પાલ અડાજણ વિસ્તારમાં આવેલ એલ.પી. સવાણી રોડ પર આવેલા ગાર્ડનિયા રો-હાઉસમાં પાર્કિંગની બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયોમાં એક પરિવારના સભ્યો પાડોશીઓ સાથે મારામારી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં એક મહિલા પાડોશી મહિલાના વાળ પકડીને માર મારતી હોવાનું પણ દેખાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ પરિવારના એક સભ્ય પોલીસ કર્મચારી હોવાનું કહેવાય છે. જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. વાયરલ વીડિયો બાદ પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાની સાચી હકીકત બહાર આવશે.
