સુરતમાં 15 ઓગસ્ટની ઉજવણીને લઈને તિરંગા યાત્રા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં 15 ઓગસ્ટની ઉજવણીને લઈને તિરંગા યાત્રા
વાય જંકશનથી લાલબાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી આયોજન
યાત્રામાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો

સુરતમાં 15 ઓગસ્ટની ઉજવણીને લઈને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુમસ રોડ પર વાય જંકશનથી લાલબાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાયેલી આ યાત્રામાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

હાથમાં તિરંગો દિલમાં દેશભક્તિ અને ગુંજતા રાષ્ટ્રભક્તિના નારા સુરતના ડુમસ રોડ પર દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. વાય જંકશનથી લાલબાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, સુરત કલેકટર તેજશ પરમાર, તમામ ધારાસભ્યો, આગેવાનો સહિત અનેક મહાનુભાવો, વિવિધ સામાજિક સંસ્થાઓ, સંગઠનો જોડાયા હતા. તિરંગા યાત્રામાં બીએસએફ, આરએએફ, સીઆરપીએફ, ચેતક કમાન્ડો, મરીન ટાસ્કફોર્સ, એસઆરપીએફ, એનસીસી, એસપીસી કેડેટ્સ, ટીઆરબી અને હોમગાર્ડ સહિત આશરે 29 પ્લાટૂનોએ યાત્રામાં ભાગ લીધો હતો.

આર્મી, એરફોર્સ, નેવી, બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના બેન્ડ, માઉન્ટેડ હોર્સ રાઇડર્સ તથા ફાયર બ્રિગેડની ટીમે યાત્રાનું આકર્ષણ વધાર્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાતા સમગ્ર માર્ગ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. શાળાના વિદ્યાર્થીઓ સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનોના સભ્યો પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતાં. 15 ઓગસ્ટ પહેલાં જ સુરત શહેરમાં દેશભક્તિનો જુસ્સો જોવા મળ્યો હતો અને તિરંગા યાત્રાએ એકતા તથા રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *