સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તાલીમ

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તાલીમ
વરાછા ટ્રાફિક પોલીસ દ્વારા યોજાયેલ તાલીમ
ટ્રાફિક નિયંત્રણથી લઈને જાહેર જનતા સાથેના વ્યવહાર સુધીની મહત્વપૂર્ણ બાબતો

સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે નવા પોલીસ જવાનોને મેદાનમાં ઉતારતા પહેલાં વિશેષ તાલીમ આપવામાં આવી હતી. વરાછા ટ્રાફિક પોલીસ દ્વારા યોજાયેલી આ તાલીમમાં ટ્રાફિક નિયંત્રણથી લઈને જાહેર જનતા સાથેના વ્યવહાર સુધીની મહત્વપૂર્ણ બાબતો સમજાવવામાં આવી હતી.

સુરત શહેર પોલીસ કમિશનરના આદેશથી ટ્રાફિક સેક્ટર 2, રિજિયન 1, સર્કલ 2 વરાછા ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસમાં નવી ભરતી થયેલા જવાનોને ટ્રાફિક મેનેજમેન્ટની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. પીએસઆઈ જી.કે. રાઠોડે જવાનોને શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિક કેવી રીતે નિયંત્રિત કરવો, વાહનચાલકો પાસે ટ્રાફિક નિયમોનું પાલન કેવી રીતે કરાવવું અને નાગરિકો સાથે શિસ્તબદ્ધ તથા જવાબદાર વર્તન કેવી રીતે રાખવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. વરાછા વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં વાહનવ્યવહાર રહેતો હોવાથી ટ્રાફિકજામ ન સર્જાય અને વાહનોની અવરજવર સરળતાથી ચાલુ રહે તે માટે વધુ પોલીસ જવાનોને મેદાનમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ તાલીમનો મુખ્ય હેતુ સુરત શહેરમાં સુરક્ષિત, સુવ્યવસ્થિત અને અસરકારક ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *