સુરત પોલીસે લાખોના એમડી સાથે એકને ઝડપી પાડ્યો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ કાર્યવાહી
આરોપી યુનુસ ઉર્ફે યુનુસ બાણુ શેખને ઝડપી પાડ્યો
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે પુણા વિસ્તારમાં ખાડી રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે લાખોના એમડી સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હોય તેમ પુણા વિસ્તારના ખાડી રોડ પરથી 64.53 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે એક આરોપી યુનુસ ઉર્ફે યુનુસ બાણુ શેખને ઝડપી પાડી તેની પાસેથી 1.93 લાખની એમ.ડી. ડ્રગ્સ, રોકડા રૂપિયા, બે મોબાઇલ ફોન સહિત 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં કબુલાત કરી હતી કે સરથાણા જકાતનાકા વિસ્તારમાંથી ડ્રગ્સ ખરીદી સુરતમાં છૂટક વેચાણ માટે લાવ્યો હતો. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચે હાલ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે.
