કાપડનો માલ મેળવી રૂપિયા ન આપી આપનાર ઠગની ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે આરોપીને ઝડપી પાડ્યા
પોલીસે હિતેશ કાનજી વઘાસીયાને ઝડપી પાડ્યો હતો
અન્યની ફર્મના જીએસટી નંબર તથા ફર્મના નામનો દુરઉપયોગ કરી લોકો પાસેથી ગ્રે કાપડનો માલ મેળવી લઈ રૂપિયા ન આપી ઠગાઈ આચરનારને સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ તથા મદદનીશ પોલીસ કમિશનર ઈકો સેલ દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ થયેલ ફરિયાદના આરોપીઓને ઝડપી પાડવા આદેશ અપાયો હોય જેમાં આર.જે. એન્ટરપ્રાઈઝના જી.એસ.ટી. નંબર તથા ફર્મના નામે અવધ ટેક્ષ્ટાઈલ માર્કેટ ટુમાં દુકાન તથા કુબેરજી એમ્પાયર ટેક્ષ્ટાઈલ માર્કેટમાં દુકાન ભાડે રાખી ફર્મના માલિકનો જીએસટી નંબર તથા ફર્મના નામનો દુરઉપયોગ કરી તેના થકી વેપારીઓ પાસેથી ગ્રે કાપડનો કરોડોનો માલ મંગાવી તેના રૂપિયા ન આપી ઠગાઈ આચરાઈ હતી. આ મામલે ઈકો સેલની ટીમે તપાસ હાથ ધરી આરોપી હિતેશ કાનજી વઘાસીયાને ઝડપી પાડ્યો હતો. તો આ ઠગાઈ મામલે અગાઉ પંકજ ઉર્ફે સંજય માખીજા અને દિપક શંકરલાલ ચંદાણી સિંઘીને પણ પોલીસે ઝડપી પાડ્યા હતાં. હાલ તો આ મામલે વધુ તપાસ ઈકો સેલએ હાથ ધરી છે.