નવસારીમાં વરસાદને પગલે સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં વરસાદને પગલે સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ
જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ માહિતી આપી
બે એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી

નવસારી જિલ્લામાં અવિરત વરસાદ અને ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ વરસાદી પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં બે એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 45 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બીજી તરફ કાવેરી નદીની જળસપાટી ભયજનક સપાટી વટાવી જતાં બિલીમોરા શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 19 ફૂટની ભયજનક સપાટી સામે કાવેરી નદી હાલમાં 20 ફૂટથી વધુ ઉપર વહી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કાવેરી નદી કાંઠાના 30 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર સતત અધિકારીઓ સાથે સંકલનમાં રહી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. નવસારીમાં વરસાદી સ્થિતિ અને સંભવિત ઈમરજન્સીને પહોંચી વળવા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. સાથે જ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે પણ સતત સંકલન રાખી જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે.

હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *