સુરત અમરોલીમાં દેશી પિસ્તોલ સાથે બે જીવતા કારતૂસ કબ્જે

Featured Video Play Icon
Spread the love

સુરત અમરોલીમાં દેશી પિસ્તોલ સાથે બે જીવતા કારતૂસ કબ્જે
હથિયાર સાથે ફરતા એક રીઢા આરોપીને ઝડપ્યો
રીઢા આરોપી જાવીદખાન ઉર્ફે ઘોડો પઠાણને ઝડપી પાડ્યો

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ મેદાને છે ત્યારે અમરોલી પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે ફરતા એક રીઢા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી એક દેશી પિસ્તોલ સાથે બે જીવતા કારતૂસ કબ્જે કર્યા હતાં.

સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગજામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચોવટીયાની સુચનાને લઈ પીઆઈ જેબી વનારની ટીમ પીએસઆઈ જેજી કામળીયા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મહાવીરસિંહ અને અપોકો વિપુલભાઈને મળેલી બાતમીના આધારે કાંસાનગરથી કોસાડ જતા રોડ પરથી રીઢા આરોપી જાવીદખાન ઉર્ફે ઘોડો પઠાણને ઝડપી પાડી તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટીઝ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *