સુરત સારોલી પોલીસ મથકની હદમાં ઠગાઈ

Featured Video Play Icon
Spread the love

સુરત સારોલી પોલીસ મથકની હદમાં ઠગાઈ
લાખોનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ઠગાઈ
આરોપી ભરત ઉર્ફે વિવેક પાંડેને ગોડાદરા ખાતેથી ઝડપી પાડ્યો

સુરત સારોલી પોલીસ મથકની હદમાં કાપડ વેપારીનો સંપર્ક કરી લાખોનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ઠગાઈ આચરનાર ઠગને સારોલી પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ પીએસઆઈ યુબી મેંદપરા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો પ્રવિણભાઈ અને પોકો મેહુલભાઈને મળેલી બાતમીના આધારે સારોલી વિસ્તારના કાપડ વેપારીઓને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી લાખોનો કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ ઠગાઈ આચરવાના ગુનામાં નાસતા ફરતા આરોપી ભરત ઉર્ફે વિવેક પાંડેને ગોડાદરા ખાતેથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *