સુરતમાં ફરી રફતારના રાક્ષસે અસ્માત સર્જ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી રફતારના રાક્ષસે અસ્માત સર્જ્યો
પીપલોદ વિસ્તારમાં ઈસ્કોન મોલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અસ્માત
અકસ્માત બાદ કાર ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર

સુરતમાં ફરી રફતારના રાક્ષસે અસ્માત સર્જ્યો હોય પીપલોદ વિસ્તારમાં ઈસ્કોન મોલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત બાદ કાર ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ જતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

સુરત શહેરમાં રફ્તારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. પીપલોદ સ્થિત ઇસ્કોન મોલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં એક્ટિવા ચાલકને માથાના ભાગે ઇજા પહોંચી હતી, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર કાર ચાલક દારૂના નશામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાસ્થળે ઉભેલી કીઆ કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે શંકા વધુ ઘેરી બની છે. અકસ્માત બાદ કાર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કારને કબજે લઈ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સ્થાનિકોએ બેફામ અને બેદરકાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ પોલીસ ફરાર કાર ચાલકની શોધખોળ સાથે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *