સુરેન્દ્રનગરમાં વીજળી થાંભાલ નીચે ગાંજો વાવવાની મંજૂરી આપો

Featured Video Play Icon
Spread the love

સુરેન્દ્રનગરમાં વીજળી થાંભાલ નીચે ગાંજો વાવવાની મંજૂરી આપો
નિષિદ્ધ પાક અથવા અન્ય વાવેતરની મંજૂરીની માંગ

સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં વીજલાઈન વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ જવાળા જોવા મળી રહી છે

સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં 720 કે.વી. વીજલાઈન માટેના વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે હજુ સુધી યોગ્ય વળતર ચૂકવાયું નથી, છતાં થાંભલાઓ નાખવાની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. આ મુદ્દે ખેડૂતો હવે સોશિયલ મીડિયા મારફતે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે જ્યાં વીજલાઈનના થાંભલા ઉભા કરવામાં આવે છે, ત્યાં નિષિદ્ધ પાક અથવા અન્ય વાવેતરની મંજૂરી આપવામાં આવે. ખેડૂતોનો આરોપ છે કે કંપની પોલીસના સહારે બળજબરીપૂર્વક કામગીરી કરી રહી છે. વળતર અને કામગીરીને લઈને હવે વિવાદ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *