સુરતમાં અસામાજિક તત્વોના આતંકએ એકનો ભોગ લીધો
અસામાજિક તત્વોએ પ્લાસ્ટિકના વેપારી પર કર્યો જીવલેણ હુમલો
ઈજાગ્રસ્ત પ્લાસ્ટિકના વેપારી ને હોસ્પિટલે ખસેડાતા મૃત જાહેર
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ જોવા મળી રહ્યો છે. ત્યારે ડિંડોલી ભેસ્તાન ગલ્ડન આવાસ ખાતે અસામાજિક તત્વોએ પ્લાસ્ટિકના વેપારી પર જીવલેણ હુમલો કરી એકની હત્યા કરાતા આખા વિસ્તારમાં ચકચાર સાથે હુમલાખોરો સામે રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના ડિંડોલી ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વોએ પ્લાસ્ટિકના વેપારી ઝાકીરબાઈ પર ઓવર બ્રિજ નીચે જીવલેણ હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતાં. તો બચાવવા પડેલા પુત્રો પર પણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. તો ઈજાગ્રસ્ત પ્લાસ્ટિકના વેપારી ને હોસ્પિટલે ખસેડાતા ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને અવાર નવાર ઓવર બ્રિજ નીચે થતી મારામારી અને ગુનાહિત પ્રવૃત્તઓ ડામવા પોલીસ પાસે માંગ કરી હતી. ત્યારે હાલ આ મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.
