સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રોડ શો

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રોડ શો
ભાજપ દ્વારા ભવ્ય રોડ શો સાથે સભાનુ પણ આયોજન કરાયુ
હાઈ-પ્રોફાઈલ પ્રચારને પગલે શહેરમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં પાટીદારોના ગઢમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ભવ્ય રોડ શો કર્યો હતો. પ્રચારની ડેડ લાઈન પુર્ણ થાય તે પહેલા ભાજપ દ્વારા ભવ્ય રોડ શો સાથે સભાનુ પણ આયોજન કરાયુ હતું.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે બે દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે સુરત મનપાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે પાટીદાર વિસ્તારમાં પ્રભુત્વ મેળવવા પૂરી તાકાત લગાવી દીધી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા અને સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી રોડ શો યોજ્યો હતો. આ હાઈ-પ્રોફાઈલ પ્રચારને પગલે શહેરમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *