દેસાઈ ફાઉન્ડેશને ભારતમાં ૧.૨ કરોડ લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું

Featured Video Play Icon
Spread the love

દેસાઈ ફાઉન્ડેશને ભારતમાં ૧.૨ કરોડ લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું
૧.૨ કરોડ લોકો સુધી પહોંચવાની સિદ્ધિની ઉજવણી

સાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સુરત મેરિયોટ હોટલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાની અત્યાર સુધીની સફર, સામુદાયિક ભાગીદારી અને ભારતના ૮ રાજ્યોમાં ૧.૨ કરોડથી વધુ લોકો સુધી પહોંચવાના મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત મેરિયોટ હોટલ ખાતે ઉજવણી પ્રસંગે ફાઉન્ડેશનના ભાગીદારો, સમર્થકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પાયાના સ્તરે વિકાસ માટે ફાઉન્ડેશનના ટકાઉ અને સ્કેલેબલ અભિગમ પર પ્રકાશ પાડયો હતો. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય, આજીવિકા અને માસિક ધર્મ સમાનતા ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યો અને સમુદાય સંચાલિત લાંબા ગાળાના પરિવર્તન પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવવામાં આવી હતી. સભાને સંબોધતા પ્રમુખ મેઘા દેસાઈ, મિત્તલ ગોહિલ અને મનોજ પાંડાએ ફાઉન્ડેશનની વૃદ્ધિ અને વિઝન વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે સહયોગ અને નવીનતા દ્વારા આટલા મોટા પાયે પ્રભાવ પાડી શકાયો છે. દેસાઈ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા કામની વ્યાપકતા ખરેખર અસાધારણ છે. માત્ર એક દાયકામાં ૧.૨ કરોડ જીવનને પ્રભાવિત કરવા અને તે પણ ગુણવત્તા જાળવી રાખીને, તે એવી સિદ્ધિ છે જે બહુ ઓછી સંસ્થાઓ હાંસલ કરી શકી છે.”

એક દાયકા કરતા વધુ સમયથી અમે માનતા આવ્યા છીએ કે માસિક ધર્મ દરમિયાન ગરિમા જાળવવી એ કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ મૂળભૂત અધિકાર છે. આર્ટિકલ ૨૧ હેઠળ મળેલી તાજેતરની માન્યતા સાથે, હવે આ માન્યતા રાષ્ટ્રીય સ્તરે ગુંજી રહી છે. અમારી મુખ્ય પહેલો અને સમુદાય સંચાલિત મોડેલો દ્વારા, અમે સમગ્ર ભારતમાં આ પ્રભાવને વિસ્તારવા માટેનો માર્ગ બનાવી રહ્યા છીએ – જેથી ભારતની દરેક કન્યાને જરૂરી માહિતી, ઉત્પાદનો અને ગરિમા મળે જેના તે હકદાર છે, આટલા મોટા પાયે પ્રભાવ માત્ર સામૂહિક પ્રયાસો દ્વારા જ શક્ય છે. દરેક ભાગીદાર, સમર્થક અને વ્યક્તિ પાસે આ સફરમાં યોગદાન આપવાની શક્તિ છે — અને સાથે મળીને, અમે આ પ્રભાવને વધુ આગળ લઈ જઈ શકીએ છીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *